Gujarat Rain Update News રાજ્યમાં વરસાદની ભયંકર આગાહી


 Gujarat Rain Update: આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. તેમાં 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તથા રાજ્યમાં આગામી 48 કલાક અતિભારે વરસાદ આવી શકે છે.

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટીંગ કરશે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં ઑફ શોર ટ્રફ સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ રહેશે.


રાજ્યમાં વરસાદની ભયંકર આગાહી

ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટીંગ કરશે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં ઑફ શોર ટ્રફ સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ રહેશે. 7 થી 9 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસશે.

આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે. 9 જુલાઈના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસશે. 10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ મધ્ય ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે અને વડોદરા, છોટાઉદેપુરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

0 Response to "Gujarat Rain Update News રાજ્યમાં વરસાદની ભયંકર આગાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11