New Ather 450S Scooter


 New Ather 450S Scooter : OLA ને આપી ટક્કર બજારમાં આવી ગયું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કુટર, જાણો કિંમત અને સુવિધાઓ

ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી રહી છે. જેમાં OLA જેવી કંપનીને ટક્કર આપવા માટે બજારમાં નવું સ્કુટર લોન્ચ કરવામાં આવ્યું છે. જેને Ather 450S સ્કુટર નામ આપવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક સ્કુટરમાં આ કંપનીની ત્રીજી પ્રોડક્ટ છે. મળતી માહિતી મુજબ Ather 450S Scooter સેગમેન્ટમાં સીધી OLA સાથે સ્પર્ધા કરી શકે છે. મહત્વનું એ છે કે આ સ્કુટર એ પોતાની કિંમત અને ફીચર્સના કારણે બજારમાં સૌનું ધ્યાન ખેચી રાખ્યું છે. બજારમાં આં સ્કુટરના ત્રણ વિકલ્પો ઉપલબ્ધ છે. Ather 450S Scooter ની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 1 લાખ 29 હજાર નક્કી કરવામાં આવી છે.


New Ather 450S Scooter | નવા ફીચર્સ અને સુવિધાઓ

New Ather 450S Scooter : કંપની મુજબ આ સ્કુટર 2.9 kWhની બેટરી ક્ષમતા, 115 કિમીની રેન્જ અને 90 કિમી/કલાકની ટોપ સ્પીડ સાથે આવે છે. જયારે આ કંપનીનું બીજું મોડલ 450X હવે 115-km અને 145-km રેન્જ વેરિઅન્ટ્સ વચ્ચે પસંદ કરવાના વિકલ્પ સાથે આવે છે, જેની કિંમત અનુક્રમે રૂ. 1.37 લાખ અને રૂ. 1.44 લાખ છે.

Ather Energy CEO તરુણ મહેતા મુજબ : “આજે અમારો નવીનતમ પોર્ટફોલિયો લોન્ચ કરવા સાથે, અમારી પાસે હવે 450 પ્લેટફોર્મ પર વિવિધ કિંમતના સેગમેન્ટમાં ત્રણ પ્રોડક્ટ્સ છે. આ અમને ખરીદદારોના વિશાળ જૂથ સુધી પહોંચવાની મંજૂરી આપે છે. તેમણે ઉમેર્યું હતું કે તે રાઈડના આનંદ અને સલામતીના સંદર્ભમાં રાઈડને ઉચ્ચ સ્તરે લઈ જાય છે” આ ઉપરાંત તેમને જણાવ્યું કે 450S એ તમામ લોકોને પસંદ આવશે જેઓ ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં સ્કૂટર ખરીદવા માંગે છે. 450S ઇલેક્ટ્રિક સ્કૂટરની સાથે, અમે 3kWh અને 4kWh ક્ષમતામાં 450X પણ રજૂ કરી રહ્યા છીએ, જે અમારા ગ્રાહકોને અમારા સૌથી વધુ વેચાતા સ્કૂટર પ્લેટફોર્મમાંથી પસંદ કરવા માટે વધુ વિકલ્પો પ્રદાન કરે છે.

  • 2.9 kWhની બેટરી ક્ષમતા
  • 115 કિમીની રેન્જ
  • 90 કિમી/કલાકની ટોપ સ્પીડ

0 Response to "New Ather 450S Scooter"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11