Ahmedabad Home Guard Bharti 2023


 અમદાવાદ હોમગાર્ડઝ ભરતી 2023: અમદાવાદ ગ્રામ્ય જીલ્લા હોમગાર્ડઝ તાબાના વિવિધ યુનિટ માટે 476 પુરુષ અને 63 મહિલા મળી કુલ 539 હોમગાર્ડઝની ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સંપૂર્ણ જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી.

અમદાવાદ હોમગાર્ડઝ ભરતી 2023

અમદાવાદ ગ્રામ્યના અસલાલી, બાવળા, બોપલ, ચાંગોદર, દેત્રોજ, ધોળકા, જલાલપુર વજીફા, ધંધુકા, ધોલેરા, કોઠ, કણભા, માંડલ, સાણંદ, વિઠલાપુર, વિરમગામ, હાંસલપુર, બગોદરા, વિ.નગર, સાણંદ GIDC, નળસરોવરયુનિટો માટે કુલ 539 હોમગાર્ડઝ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં લાગુ Urdu વિસ્તારના 08 કિમી ત્રિજ્યામાં આવતા યુનિટના પોલીસ વિસ્તારના રહેવાસી હોય તેવા ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે.

Ahmedabad Home Guard Bharti 2023

અરજી ફોર્મ જે તે યુનિટની કચેરી ખાતે 20-10-2023 થી તારીખ 03-11-2023 સુધી 10:00 કલાક થી 17:00 કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે. સદર ભરતી કાયમી કર્મચારી તરીકેની કરવાની થતી નથી પરંતુ માનદ સંસ્થામાં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. જેથી કાયમી કર્મચારી તરીકેનો કોઈ હક્ક મળવાપાત્ર રહેશે નહિ.

શૈક્ષણિક લાયકાત / લાયકાત

ધોરણ 10 પાસ અથવા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.

ભારતનો નાગરિક હોવો જોઈએ.

અરજદારે કોઈ ગુન્હાહિત કૃત્ય કરેલ ન હોવું જોઈએ અને ભારતમાં વિધિ દ્વારા સ્થાપિત કોઈ પણ ન્યાયાલય દ્વારા શિક્ષા થયેલ ન હોવી જોઈએ.

અરજદાર કોઈ કોમી સંસ્થા સાથે સંકળાયેલ ન હોવા જોઈએ. તથા કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોવા જોઈએ.

માનદ વેતન

ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર તેઓને માનદ વેતન તરીકે રૂપિયા 450/- ફરજ ભથ્થું અને રૂપિયા 4/- ધોલાઈ ભથ્થું પ્રતિ દિન મળવાપાત્ર રહેશે.

વય મર્યાદા

ઉંમર 18 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ.

શારીરિક લાયકાત

પુરુષ ઉમેદવાર

  • વજન ઓછામાં ઓછુ 50 કિલો હોવું જોઈએ.
  • ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટી મીટર.
  • છાતી ઓછામાં ઓછી 79 સેન્ટી મીટર હોવી જોઈએ, 5 સેન્ટી મીટર જેટલી છાતી ફુલાવી શકતા હોવા જોઈએ.

મહિલા ઉમેદવાર

  • વજન 40 કિલો હોવું જોઈએ.
  • ઊંચાઈ 150 સેન્ટી મીટર હોવી જોઈએ.
જાહેરાત વાંચો :-અહીં ક્લિક કરો

ઓફિશિયલ સાઈટ પર જાઓ :-અહીં ક્લિક કરો

અરજી છેલ્લી તારીખ : 03-11-2023

0 Response to "Ahmedabad Home Guard Bharti 2023"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11