PUC Certificate Download Jast 2 minutes


 PUC Certificate Download Jast 2 minutes: ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે વાહન નોંધણી પ્રમાણપત્ર (RC BOOK), વીમા કવચ, PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર અને ચલાવનારનું ડ્રાઈવિંગ લાયસન્સ દસ્તાવેજો ફરજીયાત છે. અને જે વાહન ચલાવતી વખતે સાથે રાખવા અથવા ડીજીલોકરમાં રાખવા જરૂરી છે.

PUC Certificate Download

PUCએ મોર્થ (MoRTH – Ministry of Road Transport and Highway) દ્વારા વાતાવરણમાં થતું પ્રદુષણ અટકાવવા તરફ એક કદમ છે. PUC દ્વારા તમારુ વાહન કેટલું પ્રદુષણ કરે છે તે તમામ માહિતી તેમાં આપવામાં આવે છે. હાલમાં દેશમાં ઘણા બધા PUC સેન્ટરો કાર્યરત છે જ્યાં તમે તમારા વાહનોની PUC કાઢવી શકો છો.


PUC સર્ટિફિકેટ ડાઉનલોડ

જયારે તમે PUC Certificate કઢાવવા જાવ ત્યારે વેબ કેમ દ્વારા તમારા બાઈકની પાછળની નંબર પ્લેટનો ફોટો પાડવામાં આવે છે અને સ્મોક પેરામીટરને કેપ્ચર કરે છે વાહનની માહિતી નાખવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હોય છે તેથી તમે ગમે ત્યારે ઓનલાઈન PUC ડાઉનલોડ કરી શકો છો.

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ

જયારે તમે નવું વાહન ખરીદી કરો ત્યારે કંપની દ્વારા 1 વર્ષ માટે PUC પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે. એક વર્ષ વિત્યા પછી તમારા વાહનનું દર 6 મહીને PUC સેન્ટર ખાતે જઈને જરૂરી બાઈકના ટેસ્ટ આપીને PUC Certificate કઢાવવું જરૂરી છે. જો વાહન દ્વારા પ્રદુષણ નિધારિત મર્યાદા કરતા વધુ હોવાની જાણ થાય તો તેના આધારે તેના પ્રમાણપત્રની માન્યતા નક્કી કરવામાં આવે છે તેમજ વાહનની તમામ જાણકારી RTO કચેરીને આપવામાં આવે છે.

PUC સર્ટિફિકેટ શુ છે?

PUC સર્ટિફિકેટ એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ એ એક એવું સર્ટિફિકેટ છે કે જે વાહનો દ્વારા થતા પ્રદુષણને માપ્યા બાદ PUC સેન્ટર દ્વારા આપવામાં આવે છે. મોર્થ (MoRTH – Ministry of Road Transport and Highway) દ્વારા નક્કી કરવામાં આવેલ તમામ પ્રકારના ટેસ્ટ PUC સેન્ટર ખાતે લેવામાં આવે છે અને છેલ્લે એક પ્રમાણપત્ર આપવામાં આવે છે જે PUC સર્ટિફિકેટ તરીકે ઓળખાય છે.

PUC સર્ટિફિકેટ માં કઈ માહિતી આપેલી હોય છે?

  • PUC સર્ટિફિકેટ નંબર
  • વાહન નોંધણી નંબર
  • નોંધણીની તારીખ
  • મોબાઈલ નંબર
  • ઉત્સર્જન નામ
  • ફયુલનો પ્રકાર
  • PUC કોડ
  • PUC કઢાવ્યા તારીખ
  • PUC કઢાવ્યાનો સમય
  • PUCની માન્યતા તારીખ
  • વાહનની નંબર પ્લેટ
  • જે ટેસ્ટ કરવામાં આવ્યા એની માહિતી

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરવાના સ્ટેપ

  • સૌપ્રથમ ઓફિશિયલ સાઈટ પર જાઓ https://puc.parivahan.gov.in.
  • PUCC ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે પછી PUC Certificate મેનુ પર ક્લિક કરો.
  • હવે રજીસ્ટ્રેશન નંબર લખો.
  • કેસીસ નંબર લખો (છેલ્લા પાંચ આંકડા).
  • કેપ્ચા કોર્ડ નાખો.
  • PUC Details બટન પર ક્લિક કરો.
  • PUCમાં તમારી તમામ માહિતી દેખાશે જે તમે ડાઉનલોડ કરો અને પછી પ્રિન્ટ કરી લ્યો.
PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો

યોજના ની વધુ માહિતી જાણવા:- અહીં ક્લિક કરો

0 Response to "PUC Certificate Download Jast 2 minutes "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11