Aadhar Updation Date Extended Aadhar card Update


 હાલ દરેક વ્યક્તિનું એક મહત્વ ડોકયુમેંટ એટલે આધાર કાર્ડ. હાલ કોઈ પણ યોજનો લાભ લેવો હોય તો સૌ પ્રથમ આધારકાર્ડ આપવું ફરજિયાત છે. જેમે જ આધારકાર્ડ અપડેટ કરવું ખુબજ જરૂરી છે. જે તમારે પણ તમારું આધારકાર્ડને ફ્રીમાં અપડેટ કરવું છે, તો આ આર્ટીકલ તમારા માટે જ છે.

સામાન્ય લોકો માટે રાહતના સમાચાર એ આવ્યા છે કે જેઓ તેમનું આધાર કાર્ડ 14 જૂન સુધીમાં અપડેટ કરી શક્યા નથી, UIDAI એ આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવી છે. ઉલ્લેખનીય રતી UIDAI એ નાગરિકોને કહ્યું છે કે છેલ્લી તારીખ સુધીમાં તેમના આધાર કાર્ડને તેમની લેટેસ્ટ વસ્તી વિષયક વિગતો સાથે અપડેટ કરો. વૈધાનિક સંસ્થાએ કહ્યું હતું કે જો તમારું આધાર કાર્ડ દસ વર્ષ પહેલાં જારી કરવામાં આવ્યું હતું અને ક્યારેય અપડેટ કરવામાં આવ્યું નથી, તો તમારે 14 જૂન સુધીમાં તમારી ઓળખ અને સરનામાનો પુરાવો અપલોડ કરીને તમારી વસ્તી વિષયક વિગતો અપડેટ કરવી પડશે, પરંતુ હવે આ તારીખ લંબાવવામાં આવી છે.

પહેલા આધાર અપડેટ કરવા પર 50 રૂપિયા ફી લાગતી હતી.

UIDAI (Unique Identification Authority of India)એ દેશના બધા નાગરિકોને ભેટ આપી છે. હવે આધાર કાર્ડ વિગતોને ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરાવી શકાય છે. પરંતુ આ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. અપડેટ કરવા પર 50 રૂપિયાવાળી છૂટ માત્ર 14 જૂન, 2023 સુધી જ છે. એટલે કે જો તમે 14 જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો. તેનાથી પહેલા આધાર અપડેટ કરવા પર 50 રૂપિયા ફી લાગતી હતી. આવો જાણીએ ઓનલાઈન આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરાવી શકાય.આ વાતનું ધ્યાન રાખો, UIDAI તરફતી આપવામાં આવેલી ફ્રી સુવિધાનો ફાયદો માત્ર MyAadhaar Portalથી ઉઠાવી શકાય છે. પરંતુ ફિજિકલ આધાર સેન્ટર્સ પર લોકોને 50 રૂપિયા આપવા પડશે. તેના પર કોઈ છૂટ નથી.

વધુ 3 મહિનાનો અપાયો સમય

તમને જણાવી દઈએ કે, અગાઉ આધાર યુઝર્સને વસ્તી વિષયક વિગતો એટલે કે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની વિગતો ફ્રીમાં અપડેટ કરવા માટે 15 માર્ચથી 14 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તેની સમયમર્યાદા 14 જૂને પૂરી થઈ ગઈ હતી. જો કે આધાર ઓથોરિટીએ ફરી એકવાર તેને 3 મહિના માટે લંબાવ્યો છે. હવે લોકો 14 સપ્ટેમ્બર 2023 સુધી તેમના આધારમાં વિગતો ફ્રીમાં અપડેટ કરી શકશે.

અપડેટ કરવા માટે આ છે જરૂરી દસ્તાવેજ

તમારે ઓનલાઈન આધાર અપડેટ માટે તમારું આઈડી પ્રૂફ અને ઘરનું સરનામું અપલોડ કરવું પડશે. આ દસ્તાવેજો તમારી વસ્તી વિષયક વિગતોને સુધારવામાં મદદ કરશે.

આધાર અપડેટ કેવી રીતે કરવું

  • પહેલા UIDAIની વેબસાઈટ //myaadhaar.uidai.gov.in/ પર જાઓ.
  • હવે લોગિન કરો અને ‘નામ, લિંગ, જન્મ તારીખ અને સરનામું અપડેટ’ને સિલેક્ટ કરો.
  • તે પછી ઓટીપીથી લોગિન કરવાનું રહેશે.
  • ડેમોગ્રાફિક વિકલ્પોની યાદીમાંથી ‘એડ્રેસ’ પસંદ કરો અને આધાર અપડેટ કરવા માટે પ્રોસીડ પર ક્લિક કરો.
  • સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને જરૂરી ડેમોગ્રાફિક માહિતી ભરો.
  • આ રીતે આધાર અપડેટની રિક્વેસ્ટ સબમિટ થઈ જશે અને આધાર સ્ટેટસ અપડેટ મળી જશે.

અપડેટ ની ડિટેલ્સ જોવા માટે

તમે અપડેટ માટે તમારી વિનંતી સફળતાપૂર્વક સબમિટ કરી લો તે પછી, તમને એક URN નંબર આપવામાં આવશે, જે 0000/00XXX/XXXXX ફોર્મેટમાં હશે. નંબર તમારી સ્ક્રીન પર તેમજ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર દેખાય છે. તમારો URN નંબર મેળવ્યા પછી, તમે https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus પર તમારા અપડેટનું સ્ટેટસ ચકાસી શકો છો.

ઉપયોગી લિન્ક

અપડેટ કરવા માટે સતાવાર સાઇટ:-અહી ક્લિક કરો

0 Response to "Aadhar Updation Date Extended Aadhar card Update "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11