Agricultural Equipment Assistance Yojana


 આંતરખેડ સાધન સહાય યોજના : નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નવી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં સરકાર ખેડૂતોને સાધન ખરીદવા માટે રૂપિયા 1200 ની સહાય આપે છે. વ્હીલ હો (આંતરખેડ સાધન) યોજના મુજબ ખેડ સાધન ખરીદવા માટે ખેડૂતોને સરકાર દ્વારા સહાય મળવાપાત્ર છે. હાલમાં આ યોજના i khedut પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે.

આંતરખેડ સાધન સહાય યોજના હેઠળ માત્ર માનવ સંચાલિત સાધનો ખરીદવા માટે જ સહાય મળવાપાત્ર છે.જેમાં સીમાંત અને મહિલા બંને ખેડૂત અરજી કરી લાભ મેળવી શકે છે જેમાં કુલ સાધન ખર્ચના 50 ટકા સહાય મળવાપાત્ર છે. અને મહત્તમ રૂપિયા 1200ની સહાય મળે છે માનવ સંચાલિત સાધન ખરીદવા માંગતા SC/ST કેટેગરીના ખેડૂતો માટે કુલ સાધન ખર્ચના 50 ટકા સહાય મળવાપાત્ર છે અથવા મહત્તમ રૂપિયા 1200 બંને માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.


આંતરખેડ સાધન સહાય યોજના હેઠળ મળતા લાભો

ગુજરાત સરકાર દ્વારા વ્હીલ હો (આંતરખેડ સાધન) સહાય યોજના હેઠળ ખેડૂતોને સાધન ખરીદવા માટે આર્થિક સહાય આપે છે. આ યોજના માત્ર માનવ સંચાલિત સાધનો ખરીદવા માટે જ સહાય પૂરી પાડે છે જેમાં સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50 ટકા અથવા 1200 રૂપિયા બંને માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે જ્યારે ST/SC કેટેગરીના ખેડૂતો માટે 1200 રૂપિયા અથવા કુલ સાધન ખર્ચના 50 ટકા બંને માંથી જે ઓછું હોય તે. અન્ય ખેડૂતો માટે કુલ સાધન ખર્ચના 40 ટકા અથવા રૂપિયા 1200 બંને માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.

મહત્વપૂર્ણ તારીખો:

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 05/06/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 04/07/2023

આંતરખેડ સાધન સહાય યોજના માટે ઓનલાઇન અરજી ફોર્મ કઈ રીતે ભરવું?

આંતરખેડ સાધન સહાય યોજના માટે :-અહી ક્લિક કરો

આંતરખેડ સાધન સહાય યોજના માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આ યોજના માટે ખેડૂતે i khudut ની સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in પર જઈ અરજી સબમિટ કરવાની રહેશે. અરજી સબમિટ કાર્ય બાદ ભરેલ અરજીની પ્રિન્ટ મેળવી લેવી.

0 Response to "Agricultural Equipment Assistance Yojana "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11